ડીજીટલ છેતરપિંડી થી બચવા માટે અપનાવો આ સરળ ઉપાય

    
     બદલાતી ટેકનોલોજી અને આધુનિક શોધ-સંશોધનને કારણે માનવીનું જીવન અત્યંત સુવિધાયુક્ત બની ગયું છે પણ તેની સાથે માનવીને છેતરવાના કિસ્સા પણ
હવે સામાન્ય બની ચૂક્યા છે. 
ખાસ કરીને ડિઝિટલ ફ્રોડ સામે હવે બધાને સાવચેત
રહેવાની જરૂર છે. ડિઝિટલ ફ્રોડ વિશષ રોકાણકારોને સાવચેત કરવા વિગતવાર માહિતી આપવામાં આવી હતી હવે ડિઝિટલ ફ્રોડથી બચવાની કેટલીંક સ્પષ્ટ ટિપ્સ અહીં
આપવામાં આવેલી છે આ ટિપ્સ હવે દરેક માટે એકદમ જરૂરી નહીં પણ અનિવાર્ય બની ચૂકી છે.
સામાન્યજન પણ હવે ડિઝિટલાઇઝેશનના નવા યુગથી બચી શકે તેમ નથી કારણ કે ડિઝિટલાઇઝેશન હવે રોજબરોજની કામગીરી સાથે જોડાઇ ચૂક્યું છે જેને કારણે દરેકે ડિઝિટલ ફ્રોડ વિશે જાણવું જ પડશે.
» તમારો પીન (પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર), પાસવર્ડ અને ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ નંબર, સીવીવી ગુપ્ત રાખો.
» કાર્ડની વિગતો વેબસાઈટ્સ/ડિવાઈસીસ/ પબ્લિક લેપટોપ/ડેસ્કટોપ્સ પર સેવ કરવાનું નિવારો.
» જ્યાં સવુિધા ઉપલબ્ધ હોય ત્યાંટુ-ફેક્ટર
ઓથેન્ટિકેશન ચાલુ કરો.
» શંકાસ્પદ એટેચમેન્ટ અથવા ફિશિંગ લિન્ક્સ ધરાવતી અજાણ્યા સ્રોત પાસેથી આવેલા કોઈ પણ ઈમેઈલ ન ખોલો.
» તમારા ડિવાઈસને કદી અનલોક ન રાખો
» અજાણ્યા એપ્લિકેશન્સ અથવા સોફ્ટવેરને ઈન્સ્ટોલ ન કરો.
» અજાણ્યા ડિવાઈસ પર પાસવર્ડ્સ અથવા ગુપ્ત માહિતી રાખો નહિ.
» સલામત બ્રાઉઝિંગ માટે
» બિનસલામત વેબસાઈટ્સ પર જવાનું
નિવારો/
» અજાણ્યા બ્રાઉઝર્સ વાપરવાનું ટાળો.
» સાર્વજનિક ડિવાઈસ પર પાસવર્ડ સેવ કરવાનું ટાળો
» અજાણી વેબસાઈટ્સ પર સલામત માહિતી દાખલ કરવાનું નિવારો.
» સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓને અંગત માહિતી આપવાનું નિવારો.
» રિડાયરેક્ટ કરતો ઈમેઈલ કે એસએમએસ હોય એવા કિસ્સામાં હંમેશા પેજની સલામતી ચકાસો.
» સલામત ઈન્ટરનેટ બેન્કિંગ માટે
» સાર્વજનિક ડિવાઈસીસ પર હંમેશ વર્ચ્યુઅલ કીબોર્ડનો ઉપયોગ કરો, કારણ કે હલકાં ડિવાઈસીસ અને કીબોર્ડ મારફતે કીસ્ટ્રોક્સને શોધી શકાય છે.
» ઉપયોગ કરી લીધા બાદ તરત જ ઈન્ટરનેટમાંના બેન્કગ સેશનમાંથી  લોગઆઉટ કરો.
» સમયાંતરે પાસવર્ડ અપડેટ કરતા રહો.
» ઈમેઈલ અને ઈન્ટરનેટ બેન્કિંગ માટે એક જ પાસ વર્ડનો ઉપયોગ ન કરો.
» નાણાકીય વ્યવહારો માટે પબ્લિક ટર્મિનલ્સનો ઉપયોગ કરવાનું ટાળો.
» ઈમેઈલ એકાઉન્ટની સલામતી માટે
» અજાણ્યા સરનામેથી આવેલા ઈમેઈલ્સ ક્લિક ન કરો.
» સાર્વજનિક અથવા ફ્રી નેટવર્ક્સ પર ઈમેઈલ્સનો ઉપયોગ કરવાનું નિવારો.
» ઈમેઈલ્સમાં તમારી સલામત માહિતી/બેન્ક પાસવર્ડ્સ વગેરે ન સંઘરો.
» પાસવર્ડની સલામતી માટે આંકડા સાથેના મૂળાક્ષરો (આલ્ફાન્યુમેરિક) અને સ્પેશિયલ કેરેક્ટર્સ તમારા પાસવર્ડમાં ઉમેરો.
» જો સુવિધા ઉપલબ્ધ હોય તો ફેક્ટર ઓથેન્ટિફિકેશન્સ રાખો.
» સમયાંતરે પાસવર્ડ બદલતા રહો.
» ડિપોઝિટ લઈ રહેલી એનબીએફસી સાચી છે કે નહિ એ તમે કઈ રીતે જાણશો?
» ડિપોઝિટરે https://rbi.org.in પર ઉપલબ્ધ ડિપોઝિટ સ્વીકારવાની છૂટ ધરાવતી એનબીએફસીની યાદીમાં કંપનીનું નામ છે કે નહિ તે ચકાસવું
જોઈએ અને એની ખાતરી કરવી જોઈએ કે સંબંધિત એનબીએફસીનો સમાવેશ ડિપોઝિટ સ્વીકારવાની જેમને
મનાઈ ફરમાવવામાં આવી હોય એવી કંપનીઓની યાદીમાં નથી.
» એનબીએફસીએ તેની સાઈટ પર રિઝર્વ બેન્ક દ્વારા ઈશ્યુ કરવામાં આવેલા સર્ટિફિકેટ ઓફ રજિસ્ટ્રેશનને નજરે ચડે એ રીતે દર્શાવવું જોઈએ. આ
સર્ટિફિકેટમાં ડિપોઝિટ્સ સ્વીકારવાની મંજૂરી આપવામાં આવી હોવાનો ખાસ ઉલ્ખ હોવો જોઈએ. લે ડિપોઝિટરોએ આ સર્ટિફિકેટની ચકાસણી કરી એની ખાતરી કરવી જોઈએ કે કંપનીને ડિપોઝિટ સ્વીકારવાની માન્યતા પ્રાપ્ત છે.
» એનબીએફસી 12 મહિનાથી ઓછા સમયગાળા માટે અને 60 મહિનાથી અધિક સમયગાળા માટે ડિપોઝિટ
સ્વીકારી શકતી નથી અને તે ડિપોઝિટરને 12.5 ટકાથી અધિક દરે વ્યાજ આપી શકે નહિ.
» રિઝર્વ બેન્ક વ્યાજદરોમાં ફેરફાર https://rbi.org.in પરના સાઈટ મેપમાં એનબીએફસી લિસ્ટ વિભાગમાંના એફએક્યુઝમાં પ્રસિદ્ધ કરે છે.

Post a Comment

0 Comments

Contact Form